બે દઢ પાત્રોમાં બે જુદા-જુદા આદર્શ વાયુઓ ભરીને તેને ટેબલ પર મૂકેલાં છે. પાત્ર $A$ માં $T_{0}$ તાપમાને એક મોલ નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જ્યારે પાત્ર $B$ માં $\frac 73 \;T _{0}$ તાપમાને એક મોલ હિલિયમ વાયુ ભરેલો છે. હવે બંને પાત્રોને ઉષ્મીય સંપર્ક કરાવી, તે બંનેના તાપમાન સરખા થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે તો તેમનું સામાન્ય અંતિમ તાપમાન $T _{ f }$ કેટલું થાય?
$T_f=$ $\frac{5}{2}\;$$T_0$
$T_f=$ $\frac{3}{7}\;$$T_0$
$T_f=$ $\;\frac{7}{3}\;$$T_0$
$T_f=$$\;\frac{3}{2}\;$$T_0$
$1\,g$ બરફ $( -10°C)$ નું $100°C$ વરાળમાં રૂપાંતર કરવા ....... $J$ કેલરી ઉષ્માની જરૂર પડે?
સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી ${x}, {y}$ અને ${z}$ ના તાપમાન અનુક્રમે $10^{\circ} {C}, 20^{\circ} {C}$ અને $30^{\circ} {C}$ છે. ${x}$ અને ${y}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $16^{\circ} {C}$ અને ${y}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન $26^{\circ} {C}$ હોય તો જ્યારે ${x}$ અને ${z}$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન ...... $^{\circ} {C}$ થશે.
$20^oC$ એ રહેલા $5 \,kg$ પાણીને ઉત્કલનબિંદુએ લઈ જતાં કેટલી કિલો જૂલ ઊર્જા મળશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 kJ kg^{-1} c^{-1}$)
જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું પરિણામી તાપમાન ($^oC$ માં) કેટલું થાય?
બરફના ગોળાને એક અચળ દળે સતત ગરમી આપવામાં આવે છે જો બરફ $0.1 \,gm / s$ દરથી ઓગળે છે, અને $100 \,s$ માં સંપૂર્ણ ઓગળી જાય છે. તો તાપમાનમાં .......... $^{\circ} C / s$ વધારો થયો હશે ?