$DC$ સિગ્નલ અને $AC$ સિગ્નલ એટલે શું ? શા માટે $AC$ સિગ્નલનો ઉપયોગ કરવાનું પસંદ કરવામાં આવે છે ?
$DC$ સિગ્નલ (પ્રવાહ અને વોલ્ટેજ) સમય સાથે બદલાતાં નથી એટલે કે, તે એકદિશ સિગ્નલ (પ્રવાહ કે વોલ્ટેજ) છે.
જો સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ સમય સાથે $sine$ વિધેય અનુસાર બદલાય તો આવા વોલ્ટેજને પ્રત્યાવર્તી (ઉલટસૂલટ) અથવા $ac$ વોલ્ટેજ કહે છે.
વોલ્ટેજ શબ્દનો સામાન્ય અર્થ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે.
$ac$ વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પ્રવાહને પ્રત્યાવર્તી (ઉલટસૂલટ) $ac$ પ્રવાહ કહે છે.
પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુતઊર્જાનું પ્રસારણ અને વહેંચણી પ્રત્યાવર્ત સ્વરૂપે થાય છે તે ડી.સી. વોલ્ટેજના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ છે.
આ માટેનું બીજું કારણ એ છે, કે ટ્રાન્સફોર્મરની મદદથી જરૂરિયાત મુજબના વોલ્ટેજ મેળવી શકાય છે. ડી.સી. વોલ્ટેજ માટે ટ્રાન્સફૉર્મર કાર્ય કરતું નથી.
ઉપરાંત વિદ્યુતઊર્જાનું કરકસરયુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે.
જોડકાં જોડો.
પ્રવાહ $ r.m.s. $ મૂલ્ય
(1)${x_0 }\sin \omega \,t$ (i)$ x_0$
(2)${x_0}\sin \omega \,t\cos \omega \,t$ (ii)$\frac{{{x_0}}}{{\sqrt 2 }}$
(3)${x_0}\sin \omega \,t + {x_0}\cos \omega \,t$ (iii) $\frac{{{x_0}}}{{(2\sqrt 2 )}}$
અવરોધ પર $220\, V , 50\, Hz$નો $AC$ ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી $rms$ મૂલ્ય થતાં લાગતો સમય શોધો.
$rms$ એટલે શું? પ્રવાહ માટે $rms$ નું સૂત્ર લખો.
$AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$
એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.