એક બિંદુગામી બળો કોને કહે છે ? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો.
એક બિંદુગામી બળો: જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાથી પસાર થતી હોય,તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે.
યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે તેના પરનું ચોખ્યું (પરિણામી) બાહ્યબળ શૂન્ય હોય છે. આથી, કણ કાં તો સ્થિર છે અથવા અચળ વેગથી ગતિમાં છે.
જ્યારે કણ પર એક જ બાહ્યબળ $\vec{F}$ લાગે, તો તે પ્રવેગી ગતિ કરશે એટલે તે સંતુલનમાં રહી શકે નહીં.
જ્યારે કણ પર બે બાહ્યબળો $\vec{F}_{1}$ અને $\vec{F}_{2}$ લાગતાં હોય, ત્યારે તેનાં સંતુલન માટે $\Sigma \vec{F}=0$ થવું જોઈએ.
એટલે કે $\overrightarrow{ F }_{1}+\overrightarrow{ F _{2}}=0$ થવું જોઈએ.
$\therefore \overrightarrow{ F }_{1}=-\overrightarrow{ F _{2}}$ થાય.
આ પરિસ્થિતિ આકૃતિઓમાં દર્શાવી છે.
આમ,કણ પરના બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ર દિશામાં હોવાં જોઈએ.
જ્યારે કણ પર ત્રણ બળો $\overrightarrow{ F }_{1}, \overrightarrow{ F _{2}}$ અને $\overrightarrow{ F }_{3}$ લાગતાં હોય ત્યારે તેનાં સંતુલન માટે $\Sigma \overrightarrow{ F }=0$ થવું જોઈએ એટલે
$\overrightarrow{ F }_{1}+\overrightarrow{ F _{2}}+\overrightarrow{ F _{3}}=0$ થાય.
$\therefore \overrightarrow{ F _{3}}=-\left(\overrightarrow{ F _{1}}+\overrightarrow{ F _{2}}\right)$ થાય.
આ પરિસ્થિતિ નીચેની આકૃતિમાં બતાવી છે.
આમ,કોઈ પણ બે બળો $\vec{F}_{1}$ અને $\overrightarrow{F_{2}}$ નું પરિણામી બળ સમાંતરબાજુ ચતુષ્કોણના નિયમ પરથી ત્રીજા બળ $\overrightarrow{F_{3}}$ ના મૂલ્ય જેટલું અને વિદ્ધ દિશામાં હોય, તો તે કણ સંતુલનમાં રહે.
સંતુલનમાં રહેલા કણ પર લાગતાં ત્રણ બળોને આકૃતિમાં બતાવેલ ત્રિકોણની બાજુઓ વડે દર્શાવી શકાય છે કे જેમાં સદિશોને દર્શાવતા તીરો કમશઃ લેવાં પડે.
વજન $W$ અને ત્રિજ્યા $5\, cm$ ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
$3r$ ત્રિજ્યાના હલકા કપમાં $r$ ત્રિજ્યાના બે ભારે ગોળાઓ, સંતુલનમાં છે. તે ક૫ અને બેમાંથી એક ગોળાનુ $Reaction$ તથા બંને ગોળાના $Reaction$ નો ગુણોત્તર $.....$
આપેલ તંત્ર માટે $PQ$ દોરીમાં કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?
ઍરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ લખો.
નીચેના દરેક કિસ્સામાં $0.1 \,kg$ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો :
$(a)$ સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(b)$ $36 \,km/h$ ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(c)$ $1\; m s^{-2}$થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(d)$ $1\; m s^{-2}$ થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો.