- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
easy
ધ્રુવીય અને અઘુવીય અણુઓ કોને કહે છે ? તેમના ઉદાહરણ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
જે અણુંઓમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકજ સ્થાને હોય છે તેથી તેમની કાયમી ડાઈપોલ મોમેન્ટ (ચાકમાત્રા) શૂન્ય હોય છે. તેમને અધ્રુવીય અણુંઓ કહે છે.
દા.ત. : $CO _{2}, CH _{4}, H _{2}$ અને $O _{2}$ આ પ્રકારના અણુઓ છે.
અધ્રુવીય અણુંઓ પર જ્યારે વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુતભારો પર પરસ્પર વિદુદ્ધ દિશામાં બળ લાગવાના લીધે તેમના કેન્દ્રો સ્થાનાંતરિત થાય છે અને વિદ્યુત ડાઈપોલ પ્રેરિત થાય છે.
જે અણુંઓના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો સંપાત થતાં નથી એટલે અલગ અલગ હોય તેઓ કાયમી વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ ધરાતાં હોય છે. આવા અણુંઓને ધ્રુવીય અણુંઓ કહે છે. દા.ત. : $HCl , H _{2} O$
Standard 12
Physics