- Home
- Standard 12
- Physics
ડાઇઇલેક્ટ્રિકના પ્રકારો લખીને સમજાવો અને દરેકના ઉદાહરણ આપો.
Solution

દ્રવ્યના અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે છે તેથી ડાઇઈલેક્ટ્રિકના બે પ્રકાર છે.
$(1)$ ધ્રુવીય $(Polar)$ $(2)$ અધ્રુવીય $(Non-Polar)$ અણુને ધ્રુવીય અણું કહे છે.
$(1)$ ધ્રુવીય અણુ : જે ડાઇઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકજ બિંદુ પર સંપાત થયેલાં ન હોય તેવાં અણુને ધ્રુવીય અણુ કહે છે. ધ્રુવીય અણુઓને કાયમી ડાઇપોલ ચાકમાત્રા (મોમેન્ટ) હોય છે.
દા.ત : $H_20$, $HCl$ ના અણુઓ.
નીચે આકૃતિમાં ધ્રુવીય અણુઓ દર્શાવ્યા છે.
$(2)$ અધ્રુવીય અણુ : જે ડાઇઈલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલાં હોય તેવાં અણુને અધ્રુવીય અણુ કહે છે. અધ્રુવીય અણુઓ કાયમી ડાઇપોલ ચાકમાત્રા ધરાવતા નથી.
દા.ત. : $O_2$, $H_2$, ના અણુઓ.
નીચે આકૃતિમાં અપ્રુવીય અણુઓ દર્શાવ્યા છે.