- Home
- Standard 9
- Science
દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે ?
Solution
દ્રવ્યના કણોની કેટલીક અગત્યની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
$(i)$ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો (અવકાશ) રહેલાં હોય છે.
$(ii)$ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, જે પુરવાર કરે છે કે દ્રવ્ય કણો કેટલીક ઊર્જા ધરાવે છે, જે ગતિઊર્જા તરીકે ઓળખાય છે. જેમ તાપમાન વધે તેમ અણુઓની ગતિમાં વધારો થાય છે. આથી દ્રવ્ય કણોની ઝડપમાં વધારો થાય છે, એટલે કે તાપમાન વધતાં કણોની ગતિઊર્જા વધે છે.
$(iii)$ દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે કારણ કે, એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે.
આમ, બે જુદા જુદા પ્રકારનાં દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ (Diffusion) કહે છે.
તાપમાન વધતાં દ્રવ્યકણોનું પ્રસરણ વધુ ઝડપી બને છે.
$(iv)$ દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એટલે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે. આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે, જેને આંતર આણ્વીય આકર્ષણ બળ કહે છે.
દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ દરેક દ્રવ્યમાં અલગ – અલગ હોય છે.