- Home
- Standard 9
- Science
નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો : સખતાઈ (Rigidity), સંકોચનીયતા (Compressibility), તરલતા (Fluidity), પાત્રમાં વાયુને ભરવો, આકાર, ગતિજ ઊર્જા (Kinetic Energy) તેમજ ઘનતા.
Solution
સખતાઈ (Rigidity) – પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી શકે છે તેને સખતાઈ કહે છે.
જેમકે, ઘન પદાર્થો સખત હોય છે જયારે પ્રવાહી અને વાયુ સખત હોતાં નથી.
સંકોચનીયતા (Compressibility) – દ્રાવ્યના કણો આંતર આવીય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તેમના પર વધારાનું બાહ્ય બળ લગાડવાથી કણો એકબીજાની નજીક આવે છે, જેથી તેના કદમાં ઘટાડો થાય છે. આ ગુણધર્મને પદાર્થની સંકોચનીયતા કહે છે.
વાયુઓ સૌથી વધુ સંકોચનીય છે, જયારે ઘન અને પ્રવાહીમાં લગભગ આ ગુણધર્મ જોવા મળતો નથી.
તરલતા (Fluidity) – પદાર્થના વહનશીલતા (flow) ના ગુણધર્મને જે તે પદાર્થની તરલતા કહે છે.
વાયુ અને પ્રવાહી તરલ હોય છે જયારે ઘન તરલ હોતા નથી. છે.
પાત્રને વાયુમાં ભરવો (Filing of a gas container) – વાયુના અણઓ (કણો) બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ ધરાવે છે, કારણ કે તેઓ તેમના પર લાગતા આંતર આણ્વિય આકર્ષણબળનો સામનો કરી શકે છે. આથી જ તેઓને પાત્રમાં ભરી શકાય છે અને તે પાત્રની બધી જ જગ્યા રોકી લે છે.
આકાર (Shape) – પદાર્થની ભૂમિતિને પદાર્થનો આકાર કહે છે.
ઘન પદાર્થના કણો વચ્ચે મહત્તમ આંતરઆણ્વિય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તે ચોક્કસ આકાર ધરાવે છે, જયારે વાયુ અને પ્રવાહી પાત્રના આકાર મુજબનો આકાર ધારણ કરે છે.
ગતિ ઊર્જા (Kinetic energy) – દ્રવ્યકણોની ગતિના કારણે ઉદભવતી ઊર્જાને ગતિજ ઊર્જા કહે છે.
વાયુ અવસ્થામાં દ્રવ્ય કણો અનિયમિત ગતિ ધરાવતા હોવાથી તેઓ સૌથી વધુ ગતિજ ઊર્જા ધરાવે છે.
ઘનતા (Density) – એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થની ઘનતા કહે છે.
ઘનતા $=$ દળ $/$ કદ અથવા $d=\frac {m}{v}$
પ્રવાહી અને વાયુની સરખામણીમાં ઘન અવસ્થાની ઘનતા સૌથી વધુ હોય છે.
ઘનતાના એકમો $kg\, m^{-3}$ અથવા $g\,cm^{-3}$ છે.