પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દશવિ છે ? તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?
ઓઝોન, નાઇટ્રિક ઑક્સાઇડ, એક્રોલિન, ફોલ્ડિહાઇડ અને પરક્સિએસિટાઇલ નાઇટ્રેટ (PAN) એ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસના સામાન્ય ઘટકો છે.
પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસની આરોગ્ય પર ગંભીર અસર થાય છે. ઓઝોન અને $PAN$ આંખોમાં તીવ્ર બળતરા પેદા કરે છે.
ઓઝોન અને નાઇટ્રિક ઑક્સાઇડ નાક અને ગળામાં બળતરા પેદા કરે છે. તેમની ઊંચી સાંદ્રતાથી માથું દુ:ખવું, છાતીમાં દુઃખાવો થવો, ગળું શુદ્ધ થવું, કફ થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે તકલીફો થાય છે.
ધૂમ-ધુમ્મસ રબરને તોડે છે તે વનસ્પતિસૃષ્ટિને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી ધાતુઓ, પથ્થરો, બાંધકામ માટેની સામગ્રી, રબર અને રંગેલી સપાટીનું અપક્ષરણ પણ થાય છે.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવા અનેક પ્રવિધિઓ વપરાય છે.
જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે :
જો પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના પ્રાથમિક પૂર્વવર્તી જેવા કે, $NO_2$, અને હાઇડ્રોકાર્બન સંયોજનો તથા દ્વિતીયક પૂર્વવર્તી જેવા કે ઓઝોન અને $PAN$ ને નિયંત્રિત કરીએ તો પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ પર નિયંત્રણ કરી શકાય છે.
વાહનોમાં ઉદીપકીય રૂપાંતરકોના ઉપયોગ દ્વારા નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનોને વાતાવરણમાં ભળતાં ઘટાડી શકાયા છે.
કેટલાક વૃક્ષો જેવા કે પીનસ, જુનીપેરસ, ક્વેરકસ, પાયરસ અને વિટિસ કે જે નાઇટ્રોજન ઓક્સાઇડનું ચયાપચયન કરે છે.
આવા વૃક્ષો વધુ ઉગાડવાથી પણ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ પર નિયંત્રણ કરી શકાય છે .
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? અને તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?
જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત $(BOD)$ એટલે શું ?
પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવાના પગલાં જણાવો.
વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઓઝોન સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ?