- Home
- Standard 12
- Biology
કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.
Solution
બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો (Genetically Modified Organisms $-GMO$ ) કહે છે. $GM$ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. જનીનિક રૂપાંતરણ દ્વારા :
$(i)$ અજૈવિક તાણ (શીત, અછત, ક્ષાર, ગરમી) સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા
$(ii)$ જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી (જંતુ પ્રતિરોધક પાકો)
$(iii)$ લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી
$(iv)$ વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી (તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે.)
$(v)$ ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ : વિટામિન $A$ નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા (golden rice).
Similar Questions
નીચેના જોડકા જોડો :
કોલમ – $I$ (કક્ષા ) |
કોલમ – $II$ (કિટકો) |
$P$ કોલિઓપ્ટેરા | $I$ ભૃંગ કીટકો |
$Q$ લેપિડોપ્ટેરા | $II$ માખીઓ, મચ્છર |
$R$ ડિપ્ટેરન | $III$ તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો |