ગજિયા ચુંબક અને સોલોનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓની સામ્યતા શું દશવિ છે ? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગજિયા ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓની સામ્યતા નીયે મુજબ દર્શાવે છે કે,

$(i)$ કોઈ ગજિયા ચુંબકને સોલેનોઈડની જેમ મોટી સંખ્યાના વર્તુળમાર્ગી $(Circulating)$ પ્રવાહો ગણી શકાય.

$(ii)$ ગજિયા ચુંબકને અડધેથી કાપતા તે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. સોલેનોઇડને મધ્યમાંથી કાપતા નબળા ચુંબકીય ગુધાધર્મો ધરાવતા બે સોલેનોઈડ મળે છે.

$(iii)$ ગજિયા ચુંબકની જેમ સૉલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ સતત હોય છે. સૉલેનોઇડની એક બાજુમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને બીજી બાજુમાં દાખલ થાય છે અને બંધ ગાળો રચે છે.

$(iv)$ ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુઓ મળતાં ચુંબકીય ક્ષેત્રની જેમજ સોલેનોઈડનું ચુંબકીય ક્ષેત્ર $B =\frac{\mu_{0}}{4 \pi} \frac{2 m }{r^{3}}$ મળે છે.

Similar Questions

ચુંબકનો ટૂંકો ઈતિહાસ લખો.

સોલેનોઈડમાથી પ્રવાહ પસાર કરતાં તે શેના તરીકે વર્તે છે ?

$3.0 \,A-m^2$ ના ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $2 \times 10^{-5} \,T$ ના ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં દરેક ધ્રુવ પર લાગતું બળ $6 \times 10^{-4} \,N$ હોય,તો ચૂંબકની લંબાઇ કેટલા ....$m$ હશે?

ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ચિત્રાત્મક રીતે દર્શાવો.

$M$  ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકની અક્ષ પર અમુક અંતરે ચુંબકીય સ્થિતિમાન $V$  છે.તો $ \frac{M}{4} $ ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકની અક્ષ પર તે જ અંતરે ચુંબકીય સ્થિતિમાન કેટલું થાય?