ગજિયા ચુંબક અને સોલોનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓની સામ્યતા શું દશવિ છે ? તે જણાવો ?
ગજિયા ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓની સામ્યતા નીયે મુજબ દર્શાવે છે કે,
$(i)$ કોઈ ગજિયા ચુંબકને સોલેનોઈડની જેમ મોટી સંખ્યાના વર્તુળમાર્ગી $(Circulating)$ પ્રવાહો ગણી શકાય.
$(ii)$ ગજિયા ચુંબકને અડધેથી કાપતા તે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. સોલેનોઇડને મધ્યમાંથી કાપતા નબળા ચુંબકીય ગુધાધર્મો ધરાવતા બે સોલેનોઈડ મળે છે.
$(iii)$ ગજિયા ચુંબકની જેમ સૉલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ સતત હોય છે. સૉલેનોઇડની એક બાજુમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને બીજી બાજુમાં દાખલ થાય છે અને બંધ ગાળો રચે છે.
$(iv)$ ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુઓ મળતાં ચુંબકીય ક્ષેત્રની જેમજ સોલેનોઈડનું ચુંબકીય ક્ષેત્ર $B =\frac{\mu_{0}}{4 \pi} \frac{2 m }{r^{3}}$ મળે છે.
વિધુત અને ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમીકરણ સ્વરૂપે લખો. તેમની વચ્ચેનો તફાવત શું દર્શાવે છે ? તે જાણવો ?
ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
કયા ટાપુ પરથી મૅગ્નેટ નામ અસ્તિત્વમાં આવ્યું? તે જાણવું ?
ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
$‘l’ $ લંબાઇનો અને $M$ ચુંબકીય ચાકમાત્રાવાળો એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાપના સ્વરૂપમાં વાળેલું છે. નવી ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે?