દાણાદાર ઝિંકની પ્રક્રિયા $H _{2} SO _{4},\, HCl$ અને $HNO _{3^{\prime}}$ નાં મંદ દ્રાવણો સાથે થાય ત્યારે શું થશે ? જો પ્રક્રિયા થતી હોય તો તેનાં રાસાયણિક સમીકરણો પણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દાણાદાર ઝિંકની પ્રક્રિયાઓ......

$(a)$ મંદ $H _{2} SO _{4}$ સાથે

$Zn ( s )+ H _{2} SO _{4}( aq ) \rightarrow ZnSO _{4}( aq )+ H _{2}( g )$

$(b)$ મંદ $HCl$ સાથે

$Zn ( s )+2 HCl ( aq ) \rightarrow ZnCl _{2}( aq )+ H _{2}( g )$

$(c)$ મંદ $HNO_3$ સાથે

મંદ $HNO _{3}$ સાથેની પ્રક્રિયા બીજા ઍસિડની સરખામણીમાં અલગ છે કારણ કે નાઇટ્રિક ઍસિડ ઑક્સિડેશનકર્તા પદાર્થ છે અને તે ઉત્પન્ન થયેલા $H_2$ વાયુનું  $H _{2} O$ માં ઑક્સિડેશન કરે છે.

$4 Zn ( s )+10 HNO _{2}( aq ) \rightarrow 4 Zn \left( NO _{2}\right)_{2}( aq )+5 H _{2} O ( l )+ N _{2} O ( g )$

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાના પ્રકારની ઓળખ કરો :

$(a)$ થર્મિટ પ્રક્રિયા, આયર્ન $(III)$ ઑક્સાઇડ ઍલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી પિગળેલું લોખંડ અને ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ આપે છે.

$(b)$ મૅગ્નેશિયમ પટ્ટીને નાઇટ્રોજન વાયુના વાતાવરણમાં સળગાવતાં ઘન મૅગ્નેશિયમ નાઇટ્રાઇડનું નિર્માણ

ચાંદીના ઘરેણાં થોડા દિવસ ખુલ્લાં રાખવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે શ્યામ (ઝાંખાં) પડે છે. આ ઘરેણાંને જ્યારે ટૂથપેસ્ટથી ઘસવામાં આવે છે ત્યારે ફરી ચમકવા લાગે છે.

$(a)$ ચાંદીના ઘરેણાં થોડા દિવસ ખુલ્લાં રાખવામાં આવે છે ત્યારે તે ઝાંખાં શા માટે પડે છે ? અહીં સંકળાયેલી ઘટનાનું નામ આપો.

$(b)$ ઉત્પન્ન થતા કાળા પદાર્થનું નામ આપો અને તેનું રાસાયણિક સૂત્ર જણાવો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયાઓ છે ? 

$(i) $ $2 KClO _{3} \quad \stackrel{\text { Heat }}{\longrightarrow} 2 KCl +3 O _{2}$

$(ii)$ $MgO + H _{2} O \longrightarrow Mg ( OH )_{2}$

$(iii)$ $4 Al +3 O _{2} \longrightarrow 2 Al _{2} O _{3}$

$(iv)$ $Zn + FeSO _{4} \longrightarrow ZnSO _{4}+ Fe$

જલીય પોટેશિયમ આયોડાઇડ અને જલીય લેડ નાઇટ્રેટ વચ્ચેની દ્વિવિસ્થાપન પ્રક્રિયા દરમિયાન, લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ બને છે. આ પ્રવૃત્તિ કરતી વખતે જો લેડ નાઇટ્રેટ પ્રાપ્ય ના હોય, તો લેડ નાઇટ્રેટના બદલે નીચેનામાંથી કયો પદાર્થ વાપરી શકાય ?

નીચેનામાંથી કયા રાસાયણિક સમીકરણમાં, પ્રક્રિયા તાપમાને પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક સ્થિતિના ટૂંકાક્ષરો સાચી રીતે દર્શાવ્યા છે ?