- Home
- Standard 10
- Science
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?
Solution
કોઈ પણ રાસાયણિક ફેરફારને રાસાયણિક સમીકરણ વડે દર્શાવવામાં આવે છે જ્યારે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નીપજ એમ બંને તરફ બધા જ પ્રકારના જુદા જુદા તત્ત્વોની સંખ્યા સમાન હોય તો તેવાં સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે.
રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવા જોઈએ કારણ કે –
$(i)$ દળ સંચય (દ્રવ્ય સંરક્ષણ)ના નિયમ મુજબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ દ્રવ્ય)નું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્ત્વોનું કુલ દળએ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્ત્વોના દળ જેટલું હોય છે.
$(ii)$ સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા દરેક પ્રક્રિયક અને નીપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રક્રિયકોની અને નીપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે $(g)$, $(l)$, $(aq)$ અને $(s)$ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(iii)$ સમતોલિત રાસાયણિક સમીકરણ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર દર્શાવે છે. ઉષ્માની સંજ્ઞા $\Delta $ છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક તે સમતોલિત સમીકરણ પરથી નક્કી કરી શકાય છે.