- Home
- Standard 10
- Science
સમાનધર્મી શ્રેણી એટલે શું ? ઉદાહરણ સહિત સમજાવો.
Solution
સમાનધર્મી શ્રેણી : સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે.
સમાનધર્મી શ્રેણીમાં રહેલા કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રમાં $-CH_2$ એકમ જેટલો તફાવત જોવા મળે છે.
ઉપરાંત, સમાનધર્મી શ્રેણીમાંના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં $14\,u $ જેટલો તફાવત જોવા મળે છે.
સમાનધર્મી શ્રેણીમાં ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા (solubility) પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે.
સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોને સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. દા.ત., આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર $C _{n} H _{2 n+2}$ છે.
જેમ કે આલ્કેન શ્રેણી,
$CH_4 -$ મિથેન
$C_2H_6-$ ઇથેન
$C_3C_8-$ પ્રોપેન
$C_4H_10-$ બ્યુટેન
$C_5H_{12}-$ પેન્ટેન