5.Morphology of Flowering Plants
medium

કલિકાંતરવિન્યાસ $( \mathrm{Aestivation} )$ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ પુષ્પમામાં બીજા સભ્યોની સાપેક્ષે પુખીય કલિકામાં વજપત્રો અને દલપત્રોની ગોઠવણીને કલિકાંતરવિન્યાસ કહે છે.

$\Rightarrow$ તેના પ્રકારો નીચે મુજબ પાડી શકાય :

$(i)$ ધારાસ્પર્શી (Valvate) : જયારે વજપત્રો કે દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શતા હોય તેઓને ધારાસ્પર્શી (Valvate) કહે છે. ઉદા., આકડો (Calotropis),

$(ii)$ વ્યાવૃત (Twisted) : જો બહિરુભિદો (વજપત્રો અને દલપત્રો)ની એક જ ધાર બીજા દ્વારા આચ્છાદિત હોય તો તેઓને વ્યાવૃત (Twisted) કહે છે. ઉદા., જાસૂદ (China rose), ભીંડા (Lady's Finger) અને કપાસ (Cotton).

$(iii)$ આચ્છાદિત (Imbricate) : આ કલિકાન્તરવિન્યાસમાં પુષ્પીય પત્ર (વજપત્ર કે દલપત્ર)નું એક ઘટક સંપૂર્ણપણે બહાર હોય, એક ઘટક સંપૂર્ણપણે આચ્છાદિત અને અન્ય ઘટકોની એક કિનારી પછીનાં ઘટક પર આચ્છાદિત અને બીજી કિનારી અન્ય ઘટક વડે આચ્છાદિત હોય તો તેને આચ્છાદિત (Imbricate) કલિકાન્તરવિન્યાસ કહે છે. ઉદા., કેશિયા, ગલતોરા, ગુલમહોર (Gulmohur).

$(iv)$ પિચ્છફલકીય (Vexillary) કે પતંગિયાકાર (Papilionaceous) : આ પ્રકારના કલિકાન્તરવિન્યાસ પતંગિયાકાર દલપુંજ ધરાવતાં પુષ્પોમાં જોવા મળે છે. પાંચ દલપત્રોમાંથી પશ્વ છેડે આવેલું સૌથી મોટું ધ્વજક (Standard) દલપત્ર, બે પાર્શ્વય દલપત્રો-પક્ષકને (Wings) આચ્છાદિત કરે છે. તો બીજા બે અગ્ર છેડે આવેલા સૌથી નાની દલપત્રો નૌતલ (Keel)ને આચ્છાદિત કરે છે. આ પ્રકારનો કલિકાન્તરવિન્યાસ પિચ્છફલકીય (Vexillary) કે પતંગિયાકાર (Papilionaceous) કહેવાય છે. ઉદા., વટાણા (Pea), વાલ (Bean)

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.