વિધુતક્ષેત્રની તીવ્રતા કોને કહે છે ? તેનો $\mathrm{SI}$ એકમ લખો.
બે પાતળી ધાતુની પ્લેટ પર સમાન અને વિરુધ્ધ સંજ્ઞા ધરાવતી વિજભાર ઘનતા $(\sigma = 26.4 \times 10^{-12}\,c/m^2)$ છે.બે પ્લેટ વચ્ચે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
$(a)$ એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચનાના તટસ્થબિંદુ (એટલે કે જ્યાં $E = 0$ હોય) એ એક નાનો પરિક્ષણ વિદ્યુતભાર મૂકેલ છે. દર્શાવો કે વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી જ છે.
$(b)$ બે સમાન ચિન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિધુતભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો.
સમાન મૂલ્યના ત્રણ ઘન અને ત્રણ ૠણ વિદ્યુતભારને ષટ્કોણના શિરોબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે.જેથી કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર એક ઘન વિદ્યુતભાર $R$ પર મૂકતાં ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર કરતાં બમણું હોય,તો નીચેનામાંથી $P,\,Q,\,R,\,S,\,T,\,$ અને $U$ પર મૂકવા પડતા વિદ્યુતભારો
$q$ અને $3q$ વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં $'r' $અંતરે ગોઠવેલા છે. $q$ વિદ્યુતભારથી ' $x$ ' અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો $x $નું મૂલ્ય........
એક પાતળી અને $r$ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રીંગ ઉપર $q$ જેટલો ધન વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. રીંગના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $\overrightarrow{ E }$ કેટલી હશે?