- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
બળના આઘાત એટલે શું ? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
Option A
Option B
Option C
Option D
Solution
ન્યૂટનના ગતિનો બીજો નિયમ,
$\overrightarrow{ F }=\frac{\Delta \vec{p}}{\Delta t}$
$\therefore \quad\overrightarrow{ F } \Delta t=\Delta \vec{p}$
પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળાના ગુણાકારને બળનો આધાત કહે છે.
$\therefore$ બળનો આઘાત $=\overrightarrow{ F } \Delta t$
બળનો આધાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે.
જો સમયગાળો શૂન્યવત રીતે નાનો લઈએ તો, $\overrightarrow{ F } d t=d \vec{p}$ લખાય. બળના આધાતનો એકમ $Ns$ છે અને પારિમાણિક સૂત્ર [M $\left.{ }^{1} L ^{1} T ^{-1}\right]$ છે.
વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતાં મોટા બળને આઘાતી બળ કહે છે. આઘાતી બળના કિસ્સામાં બળ અને સમયનું માપન અલગ અલગ કરીને બળનો આધાત શોધવાનું કામ મુશ્કેલ છે. તેથી આવા કિસ્સામાં બળનો આધાત, વેગમાનનો ફેરફાર મેળવીને શોધવામાં આવે છે.

Standard 11
Physics