- Home
- Standard 12
- Biology
પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
Solution
મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે $9$ મહિના હોય છે, જેને ગર્ભાધાન સમય (ગર્ભાવધિકાળ gestation period) કહે છે.
ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી (vigorous) સંકોચન પ્રેરાય છે જેને કારણે ગર્ભનો બહાર નિકાલ (expulsion) / પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયા (બાળજન્મ)ને પ્રસૂતિ કહે છે.
જટિલ ચેતાઅંતઃસ્ત્રાવી (neuroendocrine) પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે.
પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે કે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા (foetal ejection reflex) કહે છે.
આ પ્રક્રિયા માતાની પિટચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે.
ઑક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે અને જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે.
જેના બદલામાં તે ઑક્સિટોસિનના વધુ સ્રાવને ઉત્તેજે છે.
ગર્ભાશય સંકોચન અને ઑક્સિટોસિનના સ્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે.
આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે -પ્રસૂતિ.
બાળજન્મ બાદ તરત જ, જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે.