સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષોમાં વિભાજન થવાથી ઉત્પન્ન થતાં નવા કોષો રચના અને કાર્યની દૃષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન ક્ષમતા ગુમાવે છે. આવા કોષો ભેગા મળી જે પેશી બનાવે છે તેને સ્થાયી પેશી કહે છે.

સ્થાયી પેશીના બે પ્રકાર છે :(A) સરળ પેશી (B) જટિલ પેશી.

$(A)$ સરળ પેશી (Simple Tissues) : સ્થાયી પેશીઓના કોષો સામાન્ય રીતે ફરીથી વિભાજન પામતા નથી. સ્થાયી પેશીઓના બધા જ કોષો રચના (Structure) અને કાર્ય (Function)માં એકસરખા હોય છે તેને સરળ પેશી કહે છે. સરળ પેશીના મુખ્ય ત્રણ પ્રકાર છે : (a) મૃદુત્તક પેશી, (b) સ્થૂલકોણક પેશી, (c) દઢોતક પેશી.

$(a)$ મૃદુત્તક (Parenchyma Tissues) : મૃદુત્તક પેશીના કોષો વિવિધ અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે.

મૃદુત્તક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી (Isodiametric) છે.

તેઓ આકારમાં ગોળાકાર (Spherical), અંડાકાર (Oval), વર્તુળાકાર (Round), બહુકોણીય (Polygonal) છે.

તેઓની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે.

કોષો જીવંત, ગાઢ રીતે સંકળાયેલા અથવા આંતરકોષીય અવકાશ ધરાવે છે.

મહત્ત્વ : મૃદુત્તક પેશી એ પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્રાવ (Secretion) જેવા વિવિધ કાર્યો કરે છે,

$(b)$ સ્થૂલકોણક પેશી (Collenchyma Tissues) : સ્થૂલકોણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી છે. એકદળી વનસ્પતિ અને વનસ્પતિના ભૂમિગત ભાગોમાં તેનો અભાવ છે.

અધિસ્તર પેશી એકસરખા સ્તરો કે ટુકડાઓમાં (Patches)માં જોવા મળે છે.

તે ખૂણાઓમાં ખૂબ જ સ્થૂલન (Thickening) ધરાવતા કોષોની બનેલી છે.

આ સ્થૂલન સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટને (Deposition)ને કારણે હોય છે.

સ્થૂલકોણક કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે અને ઘણીવાર હરિતકણ પણ ધરાવે છે.

કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ છે.

કોષો જીવંત હોવાથી જે-તે અંગમાં આવેલી હોય ત્યાં વૃદ્ધિ અટકતી નથી.

હરિતકણ ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાકનો સંચય કરે છે.

946-s16g

Similar Questions

નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે  ?

જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની

બહિરારંભ જલવાહક નીચે પૈકી કયા પ્રકારે વિકસે છે?

નીચેના માંથી કેટલા કોષો મૃત છે. 

મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ      

સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.

જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?