સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
સ્થૂલકોણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી છે. એકદળી વનસ્પતિ અને વનસ્પતિના ભૂમિગત ભાગોમાં તેનો અભાવ છે.
અધિસ્તર પશી એકસરખા સ્તરો કે ટુકડાઓમાં (Patches)માં જોવા મળે છે.
તે ખૂણાઓમાં ખૂબ જ સ્થૂલન (Thickening) ધરાવતા કોષોની બનેલી છે.
આ સ્થૂલન સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટને (Deposition)ને કારણે હોય છે.
સ્થૂલકોણક કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે અને ઘણીવાર હરિતકણ પણ ધરાવે છે.
કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ છે.
કોષો જીવંત હોવાથી જે-તે અંગમાં આવેલી હોય ત્યાં વૃદ્ધિ અટકતી નથી.
હરિતકણ ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાકનો સંચય કરે છે.
કુમળા (તરણ) પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ જેવા વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર (Mechanical Support) પૂરો પાડે છે.
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી વલન અને આંદોલન સામે તણાવક્ષમતા પૂરા પાડે છે?
જલવાહિની માટે શું ખોટું ?
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મુખ્ય ઘટકો ......હોય છે.