જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.
$\Rightarrow$ બીજાશયના પોલાણમાં જે સ્થાનેથી બીજાંડ કે અંડકો ઉદ્ભવે છે તેને જરાય (Placenta) કહે છે.
$\Rightarrow$ બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે,
$\Rightarrow$ જરાયુવિન્યાસના પ્રકારો નીચે મુજબ છે :
$(i)$ ધારાવર્તી જરાયુવિન્યાસ (Marginal Placentation) : ધારાવર્તી જરાયુવિન્યાસમાં બીજાશયની વક્ષ સેવનીએ જરાયું નિર્માણ પામે છે અને જ્યાં બીજા શયની દીવાલની અંદરની ગડીઓ પર બીજાંડ ગોઠવાય છે, ત્યારે ધારાવર્તી (Marginal) જરાયુ વિન્યાસ થાય છે. ઉદા., વાલ, વટાણા,
$(ii)$ અક્ષવર્તી જરાયુવિન્યાસ (Adle Placentation) : જ્યારે જરાયુ અક્ષવર્તી હોય અને અંડકો જરાયુથી બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય તે જરાયુવિન્યાસને અક્ષવર્તી કહે છે. ઉદા., જાસૂદ, ટામેટા, લીંબુ..
$(iii)$ ચર્મવર્તી જરાયુવિન્યાસ (Parietal Placentation): ચર્મવર્તી જરાયુવિન્યાસમાં બીજાંડ બીજાશયની અંદરની દીવાલમાં અથવા પરિઘવર્તી ભાગમાં વિકસે છે, બીજાશય એકકોટરીય છે, પરંતુ કૂટપટ્ટના નિર્માણને કારણે કિકોટરીય બને છે. ઉદા., રાઈ, દારૂડી (Argemone).
$(iv)$ મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ (Free Central Placentation): આ પ્રકારના જરાયુવિન્યાસમાં અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે. બીજાશય એકકોટરીય હોય છે, તે બીજાશયની દીવાલનાં પડદાથી મુક્ત હોય છે. તેથી તેને મુક્ત કેન્દ્રસ્થ (Free central) કહે છે. ઉદા., ડાયાન્થસ (Dianthus), પ્રિમરોઝ (Primrose).
$(v)$ તલસ્થ જરાયુવિન્યાસ (Basal Placentation) : આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશયના તલભાગે આવેલા જરાય પર એકજ બીજાંડ ગોઠવાય તેને તલસ્થ (basal) જરાયુવિન્યાસ કહે છે. ઉદા., સૂર્યમુખી, ઘઉં (Wheat).
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ એકગુચ્છી પુંકસરો | $I$ જાસુદ |
$Q$ દ્વિગુચ્છી પુંકસરો | $II$ લીબુ |
$R$ બહુગુચ્છી પુંકેસરો | $III$ વટાણા |
પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.
જાસૂદ $(Hibiscus\,\, rosasinensis)$ પુષ્પનાં પુંકેસરચક્ર માટે પ્રયોજાતો વ્યવહારૂ શબ્દ ..........છે.
પુંકેસરચક્ર એ .........નું ભ્રમિરૂપ છે.
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.