- Home
- Standard 12
- Physics
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?
Solution
કુદરતમાં મળી આવતાં બધાંજ વિદ્યુતભારોનાં મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યનાં પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ હકીકતને વિદ્યુતભારોનું ક્વૉન્ટમીકરણ કહે છે.
મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. આ વિદ્યુતભારને ' $e$ ' વડે દર્શાવવામાં આવે છે. ' $e$ ' ને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહે છે.
કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર $q$ હોય,તો
$q=n e$ જ્યાં $n$ એ ધન કે ઋણ પૂર્ણાંક છે.
વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂયન ફેરેડ નામના વૈજ્ઞાનિક વિદ્યુતવિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા કર્યું હતું અને $1912$ માં મિલિકને પ્રાયોગિક રીતે દર્શાવ્યું હતું.
વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું મૂળભૂત કારણ એ છે, કे બે પદાર્થોને ઘસીએ ત્યારે માત્ર પૂણાંક સંખ્યાના ઇલેક્ટ્રોન, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે.