દઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો.
કણોના બનેલાં તંત્ર (પદાર્થ)ના કણોની બધી જ જોડી વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય તેવાં પદાર્થને દઢ પદાર્થ કહે છે. દે પદાર્થ એ કણોના બનેલા તંત્રનો ખાસ દિસ્સો છે.
દઢ પદાર્થ એ આદર્શ (કલ્પના) છે જ્યારે ધન પદર્થ એ વાસ્તવિક છે.
આદર્શ રીતે દઢ પદાર્થ એ ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાતો પદાર્થ છે. તેથી તેનું વિરૂપણ થઈ શકે નહી. જ્યારે ધન પદર્થોનું વિરૂપણ થઈ શકે છે. પણ ધણીબધી પરિસ્થિતિમાં આ વિરૂપણ અવગણવામાં આવે છે. કરવાં જેવાં વિરૂપણને અવગણવામાં આવે છે.
દા.ત. : પૈડાઓ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભો, અણુંઓ અને ગ્રહો જેવાં પદાર્થો માટે તેમનું મરડવું, વાંકું વળવું કે કંપન કરવાં જેવા વિરૂપણને અવગણવામાં આવે છે.
એક પદાર્થ ચાકગતિ કરે છે. $\mathop A\limits^ \to$ એ પદાર્થની પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદીશ છે અને $\mathop B\limits^ \to $ એ પદાર્થ પર રહેલા કણ $P$ જે અક્ષ થી થોડે દૂર છે તેના વેગનો એકમ સદીશ છે . તો $\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ નું મૂલ્ય કેટલું થાય $?$
તંત્રમાં પ્રર્વતતા આંતરિક બળો તેની ગતિ પર શાથી અસર કરતાં નથી ?
કણોના તંત્રનું કુલ વેગમાન એટલે શું ?
સ્થિર અક્ષની ચકાસણી કેવી રીતે થાય છે ?
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ?