વાહન માટે સ્ટોપિંગ અંતર (Stopping Distance) એટલે શું ? વાહનનો પ્રારંભિક વેગ બમણો કરીએ તો સ્ટોપિંગ અંતર કેટલું મળે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ગતિ કરતાં વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં તેણે કાપેલાં અંતરને સ્ટોપિંગ અંતર કહે છે. ધારો કે $v_{0}$ વેગથી ગતિ કરતાં વાહનનો પ્રવેગ $a$ છે. બ્રેક માર્યા પછી તે $d_{s}$ અંતર કાપીને ઊભું રહે ત્યારે તેનો અંતિમ વેગ $v$ શૂન્ય થાય.
$\therefore$ અચળ પ્રેગી ગતિના સમીકરણ $v^{2}-v_{0}^{2}=2 a x$ પરથી, $0^{2}-v_{0}^{2}=-2 a x$ અત્રે બ્રેક માર્યા બાદ વાહનનો પ્રવેગ ઘટે છે તેથી ઋણ
શાળા, હૉસ્પિટલ જેવાં વિસ્તારોમાં વાહનો માટે ઝડપની મર્યાદા નિર્ધારિત કરવા માટે $Stopping Distance$ અગત્યનું પરિબળ છે.
અત્રે $x=d_{ s }$ (સ્ટોપિંગ અંતર)
$\therefore v_{0}^{2}=-2 a d_{ s }$
$\therefore d_{ s }=-\frac{v_{0}^{2}}{2 a}$
બ્રેક માયા બાદ પ્રવેગ ઘટતો હોવાથી ઋણા હોય.
$\therefore d_{ s }=\frac{v_{0}^{2}}{2 a}$ જ્યાં $a$ ને પ્રતિપ્રવેગ કહે છે.
$\therefore d_{ s } \propto v_{0}^{2}$ જ્યાં $2 a$ અચળ
આમ, સ્ટોપિંગ અંતર, પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે.
સ્ટોપિંગ અંતર $d_{ s } \propto v_{0}^{2}$
$\therefore \frac{\left(d_{5}\right)_{2}}{\left(d_{s}\right)_{1}}=\frac{\left(v_{0}\right)_{2}^{2}}{\left(v_{0}\right)_{1}}=(2)^{2}=4$

Similar Questions

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે.તો $5$ મી $sec$ અને પ્રથમ $5 sec$ માં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને $20$ સેકન્ડમાં $144 \,km/h$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કેટલુ અંતર ($m$ માં) કાપ્યું હશે?

  • [AIPMT 1997]

એક વિદ્યાર્થી બસથી $45\, m$ અંતરે પાછળ ઉભો છે.બસ $2.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા........$m/s$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?

$40\, km/h$ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે $40\, m$ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન $80\, km/h$ ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........$(m)$ (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)

  • [JEE MAIN 2018]

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરે છે,તો તેના સ્થાનાંતર વિરુધ્ધ વેગનો ગ્રાફ કેવો મળે?

  • [AIIMS 2003]