વિધુતક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ હોય છે?
સાદા વિધુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો.
ગોસના નિયમ અંગેના કેટલાંક અગત્યના મુદ્દાઓ ચર્ચો.
એક સમઘન કદ $x=0, x= a , y=0, y= a$ અને $z=0, z= a$ સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }={E_{ox}} \hat{i},$ જ્યાં $E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}$, વડે આપવામાં આવે છે. જો $a=2\,cm$ હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર $Q \times 10^{-14}\,C$ છે. $Q$ નું મૂલ્ય $........$ થશે.( $\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2$ લો.)
પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ $150\, N/C$ છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું ($kC$ માં) વહન થતું હશે?
[${\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/N - {m^2},{R_E} = 6.37 \times {10^6}\,m$]
નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :
વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.
વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.
ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :