વિધુતભારના સંરક્ષણનો નિયમ લખો. તેનું ઉદાહરણ આપો.
વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રનાં કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે જે વિધુતભારના સંરક્ષણનો નિયમ છે.
$(i)$ અલગ કરેલ તંત્રનો વિદ્યુતભાર અચળ રહે છે.
$(ii)$ વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં તેમજ નાશ પણ કરી શકાતો નથી પણ તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે.
જયારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ, ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે. ઘણા વિદ્યુતભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં, પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે વિદ્યુતભારોનું પુનઃવિતરણ થાય છે પણ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે.
કોઈ પ્રક્રિયામાં વિદ્યુતભાર ધરાવતા કણો ઉત્પન્ન થઈ શકે કે નાશ પામી શકે છે પણ કોઈ અલગ કરેલા તંત્ર વડે ધારણ થતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ પામતો નથી.
ન્યુટ્રૉન પર શૂન્ય વિદ્યુતભાર છે, પ્રોટોન પર ધન અને ઇલેક્ટ્રૉન પર ઋણ વિદ્યુતભાર છે.
જયારે એક ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રૉનમાં રૂપાંતરિત થાય છે ત્યારે પણ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે જે નીચેના સમીકરણ પરથી સમજી શકાય.
${ }_{0} n^{1} \rightarrow{ }_{1} p^{1}-{ }_{1} e^{0}$
$\therefore 0=+e+(-e)$
વિદ્યુતભારનું સંરક્ષણ એ ગ્લોબલ (વિશ્વ વ્યાપી)ઘટના છે.
નીચેના પૈકી કયો ગુણધર્મ સ્થિત વિદ્યુતભાર વડે સંતોષાતો નથી?
વિધુતભાર અને દળનો તફાવત લખો.
અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો.
જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?
વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?