$6 \times 10^{-4}\;T$ જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $3 \times 10^{7} \;m / s$ ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રૉન (દ્રવ્યમાન $9 \times 10^{-31}\;kg$ અને વિદ્યુતભાર $1.6 \times 10^{-19} \;C )$ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે ? તેની (પરિભ્રમણ) આવૃત્તિ કેટલી હશે ? તેની ઊર્જા $keV$ માં શોધો. ( $\left.1 \,eV =1.6 \times 10^{-19} \;J \right)$
સમીકરણ નો ઉપયોગ કરતાં
$r=m v /(q B)$$=9 \times 10^{-31} \,kg \times 3 \times 10^{7} \,m s ^{-1} /\left(1.6 \times 10^{-19} \,C \times 6 \times 10^{-4}\, T \right)$
$=26 \times 10^{-2} \,m =26 \,cm$
$v=v /(2 \pi r)=2 \times 10^{6} \,s ^{-1}$$=2 \times 10^{6} \,Hz =2 \,MHz$
$E=(1 / 2) m v^{2}=(1 / 2) 9 \times 10^{-31} \,kg \times 9 \times 10^{14} \,m ^{2} / s ^{2}$$=40.5 \times 10^{-17} \,J$
$\approx 4 \times 10^{-16} J =2.5 \,keV$
અવકાશમાં એક સમઘન વિચારો. ( જેની બાજુઓ યામ પદ્ધતિના સમતલને સમાંતર છે. ) આ સમઘનમાં સમાન વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ સમઘનમાં એક ઇલેક્ટ્રોન ${\rm{\vec v}},{{\rm{v}}_0}{\rm{\hat i}}$ વેગથી પ્રવેશે છે. $\mathrm{xy}$ - સમતલમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ સ્પાઇરલ $( \mathrm{Spiral} )$ આકારનો મળે છે, તો ઇલેક્ટ્રોનના આ ગતિમાર્ગ માટે વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનું વિતરણ સમજાવો.
લૉરેન્ટઝ બળનું સમીકરણ લખો.
વિદ્યુતભારીત કણની ગતિનો ઉપયોગ તેને યોક્કસ વિસ્તારમાં કઈ રીતે ફેકીને ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર વચ્ચેની ઓળખ કરવામાં થાય છે.
ચુંબકીયક્ષેત્રનું ઉદગમ જણાવો.
ઇલેક્ટ્રોન અને પ્રોટોનને અનુક્રમે $(0, 0, 0)$ અને $(0, 0, 1.5\, R)$ સ્થાનેથી ${\rm{\vec B = }}{{\rm{B}}_0}{\rm{\hat i}}$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે. દરેક કણના સમાન વેગમાનનું મૂલ્ય $P = eBR$ છે, તો કઈ પરિસ્થિતિમાં આ કણોના વેગમાનની દિશાથી બનતી કક્ષાના વર્તુળો એકબીજાને છેદશે નહીં ?