લોરેન્ટઝ બળ એટલે શું ? તેના માટેનું સૂત્ર લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર એમ બંને હાજર હોય તેવાં વિસ્તારમાંથી વિદ્યુતભારિત કણ પસાર થાય ત્યારે તેનાં પર લાગતાં ફુલ બળને લૉરેન્ટ્ઝ બળ કહે છે.

વિદ્યુતક્ષેત્રમાંથી પસાર થતાં $q$ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ, $\overrightarrow{ F }$ વિદ્યુત $=q \overrightarrow{ E }$

અને યુંબકીયક્ષેત્રમાંથી પસાર થતાં $q$ વિદ્યુતભાર પર લાગતું યુંબકીય બળ $\overrightarrow{ F }_{megnet}=q(\vec{v} \times \overrightarrow{ B })$

આમ, વિદ્યુતભાર પર લાગતું કુલ બળ,

$=q \overrightarrow{ E }+q(\vec{v} \times \overrightarrow{ B })$

$\therefore \overrightarrow{ F }=q[\overrightarrow{ E }+(\vec{v} \times \overrightarrow{ B })]$ ને લોરેન્ટ્ઝ બળ કહે છે.

કોષ્ટક : જુદી જુદી ભૌતિક પરિસ્થિતિઓમાં ચુંબકીયક્ષેત્રના માનના ક્રમ

 

ભૌતિક પરિસ્થિતી $B$ નું માન(ટેસ્લામાં)
ન્યૂટ્રોન તારાની સપાટી $10^{8}$ 
કોઈ પ્રયોગશાળામાં મહતમ ક્ષેત્રનું મૂલ્ય $1$
નાના લંબચોરસ ચુંબક $(Bar Magnet)$ની પાસે $10^{-2}$
પૃથ્વીની સપાટી પર $10^{-5}$
મનુષ્યના ચેતાંતંતું  $10^{-10}$
તારાઓ વચ્ચેના અવકાશમાં $10^{-12}$

Similar Questions

સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$  છે. નીચેને કયો સંબંધ સાચો છે :

  • [AIEEE 2012]

ચુંબકીયક્ષેત્રનું ઉદગમ જણાવો. 

એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં $4$ ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.

  • [JEE MAIN 2022]

$\alpha$ કણ અન પ્રોટોન સમાન વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતાં તેના વર્તુળાકાર પથની ત્રિજ્યાનો ગુણોતર .....  .

  • [AIIMS 2004]

$q$ વિધુતભાર અને $m$ દળને $-v \hat{ i }(v \neq 0)$ વેગથી $d$ અંતરે રહેલી $Y - Z$ સમતલ માં રહેલી સ્ક્રીન પર આપાત કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0} \hat{ k },$ હોય તો વેગની લઘુતમ કિમત શોધો કે કણ સ્ક્રિન પર અથડાઈ નહિ

  • [JEE MAIN 2020]