- Home
- Standard 9
- Science
6. TISSUES
medium
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વનસ્પતિમાં અધિસ્તર પેશી એક બહારના સ્તર સ્વરૂપે હોય છે. તે વનસ્પતિની બહારની બાજુએ રક્ષણાત્મક સ્તર તરીકે કાર્ય કરી વનસ્પતિના અંતઃસ્થ અંગોનું રક્ષણ કરે છે. તે ફૂગના હુમલા સામે, કોઈ બાહ્ય ઈજા સામે, પાણીના ઉસ્વેદન સામે રક્ષણ આપે છે. આથી અધિસ્તરના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી.
વનસ્પતિના કુમળા અંગો જેવાં કે મૂળમાં, અધિસ્તરમાંથી પાણીના શોષણ માટે મૂળરોમ, કુમળા પર્ણ અને પ્રકાંડમાં વાતવિનિમય અને બાષ્પોત્સર્જન માટે રક્ષકકોષોથી આવરિત રધ્રો જોવા મળે છે.
આ ઉપરાંત મરુનિવાસી વનસ્પતિઓમાં વધુ પડતું બાષ્પોત્સર્જન અટકાવવા ક્યુટિકલનું જાડું સ્તર જોવા મળે છે.
સામાન્ય રીતે બધી જ વનસ્પતિઓમાં જરૂરિયાત પ્રમાણે ક્યુટિકલનું પાતળાથી જાડું સ્તર જોવા મળે છે, કે જે રક્ષણાત્મક કાર્ય દર્શાવે છે.
Standard 9
Science
Similar Questions
medium