સદિશ એટલે શું ? તેને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય ?
તીરવાળા રેખાખંડને સદિશ કહે છે.
રેખાખંડના તીરવાળા છેડાને સદિશનું શીર્ષ અને બીજા છેડાને સદિશને પુચ્છ કહે છે. સદિશની લંબાઈ સદિશ ભૌતિક રાશિના મૂલ્યને અનુરૂપ દર્શાવાય છે.
તીરનું ચિહ્ફ ભૌતિક રાશિની દિશા દર્શાવે છે.
દા.ત. : $4 N$ નું બળ પૂર્વ દિશામાં લાગે છે. આ બાબતને સદિશ સ્વરૂપે દર્શાવવી છે. $1 N$ બળને અનુરૂપ $1 cm$ લાંબો સદિશ દર્શાવીશું. આ પ્રમાણમાપ અનુસાર $4 N$ બળને દર્શાવવા માટે $4 cm$ લાંબો સદિશ પૂર્વ દિશામાં દર્શાવાય છે.
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ આપો.
$(3, 2, 5)$ પર રહેલા કણનો સ્થાન સદિશ
નીચેનામાંથી એક્મ સદિશ શું ધરાવતો નથી ?
જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?
નીચેનામાંથી કઈ અદીશ રાશિ છે?