જ્યારે ધાતુ $X$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A) $ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C) $ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે. જે ધાતુના નિકર્ષણમાં વપરાય છે. $X, A, B, C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધાતુ $x$ ની $\mathrm{NaOH}$ સાથે પ્રદ્રિયા કરતાં સૌપ્રથમ સફેદ અવક્ષેપ $(A)$ આપે છે. જે વધુ $\mathrm{NaOH}$ માં દ્રાવ્ય છે અને દ્રાવ્ય સંકીર્ણ $(B)$

આપે છે. તેથી ધાતુ $x$ એ $\mathrm{Al}$ જ છે અને અવક્ષેપ $(A)$ એ $\mathrm{Al}(\mathrm{OH})_{3}$ જ છે અને સંકીર્ણ $(B)$ એ સોડિયમ ટેટ્રાહાઈડ્રોક્સો એલ્યુમિનેટ $(III)$ છે.

$2 \mathrm{Al}+3 \mathrm{NaOH} \rightarrow \mathrm{Al}(\mathrm{OH})_{3} \downarrow+3 \mathrm{Na}+$

$\mathrm{Al}(\mathrm{OH})_{3}+\mathrm{NaOH} \rightarrow \mathrm{Na}^{+}\left[\mathrm{Al}(\mathrm{OH})_{4}\right]^{-}$

તેથી $(A)$ એ ઉમયગુણધર્મી સ્વભાવ ધરાવે છે. તે $\mathrm{HCl}$ સાથે પ્રક્રિયા કરી $(C)$ બનાવે છે. જે $\mathrm{AlCl}_{3}$ છે.

$\mathrm{Al}(\mathrm{OH})_{3}+3 \mathrm{HCl} \rightarrow \mathrm{AlCl}_{3}+3 \mathrm{H}_{2} \mathrm{O}$

$(A)$ ને ગરમ કરતાં $(D)$ $\mathrm{Al}_{2} \mathrm{O}_{3}$ આપે છે.

$2 \mathrm{Al}(\mathrm{OH})_{3} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{Al}_{2} \mathrm{O}_{3}+3 \mathrm{H}_{2} \mathrm{O}$

Similar Questions

તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો?

બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.

નિર્જલીય એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિષે કયું વિધાન સાચું છે?

  • [IIT 1981]

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$: $Ga, In$ અને $\mathrm{Tl}$ ની $+1$ ઓકિસડેશન અવસ્થા ના સ્થિરતા ક્રમ $\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}$.

કારણ $R$: સમૂહમાં જેમ જેમ નીચે જઈએ તેમ નિષ્કિય યુગ્મ અસર નીચી ઓક્સિેેશન અવસ્થા ને સ્થિર કરે છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

  • [JEE MAIN 2024]

$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.