- Home
- Standard 11
- Biology
રંજકકણ ક્યાં જોવા મળે છે ? તેના પ્રકાર તથા કાર્ય વિશે ટૂંકમાં સમજાવો.
Solution
બધા જ વનસ્પતિ કોષો તેમજ યુગ્લીનોઇસ જેવાં પ્રજીવમાં રંજ કકણ જોવા મળે છે.
રંજકકણ આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સહેલાઈથી જોઈ શકાય છે.
તેમાં ચોક્કસ પ્રકારનાં રંજકદ્રવ્યો જોવા મળે છે જે વનસ્પતિને ફળ, ફૂલ વગેરેને જુદા જુદા રંગો આપે છે.
જુદા જુદા પ્રકારના રંજકદ્રવ્યોના આધારે રંજકકણ મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળે છે :
(a) રંગકણ (Chromoplasts), (b) રંગહીન કણ (Leucoplasts), (c) હરિતકણ (Chloroplasts).
$(a)$ રંગકણ (Chromoplasts) : ચરબી દ્રાવ્ય રંજકદ્રવ્યો જેવાં કે કેરોટિનોઇડ, ઝેન્થોફિલ્સ અને અન્ય રંજકદ્રવ્યો હોય છે. આ રંજકદ્રવ્યોને કારણે વનસ્પતિનાં ફળ-ફૂલ વગેરે વિવિધ રંગ (લાલ, પીળો કે નારંગી) ધરાવે છે.
$(b)$ રંગહીન કણ (Leucoplasts) : જુદા જુદા આકાર અને કદમાં જોવા મળે છે, તેમાં ખાઘ સંચિત પોષક દ્રવ્યો હોય છે.
(i) મંડકણ (Amyloplasts) સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે. દા.ત., બટાટા
(ii) તૈલકણ (Elaioplasts) તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે.
(iii) સમીતાયાકણ (Aleuroplasts) પ્રોટીનનો સંગ્રહ કરે છે.
$(c)$ હરિતકણ (Chloroplasts) : ક્લોરોફિલ અને કેરોટિનોઇડ રંજકદ્રવ્ય આવેલા છે. જે પ્રકાશસંશ્લેષણ ક્રિયા માટે આવશ્યક પ્રકાશક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે