- Home
- Standard 12
- Biology
પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?
Solution
પ્રાજનનિક સ્વાચ્ય પ્રાપ્ત કરવા મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન-સામગ્રીની જરૂરિયાત છે.
લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે અફળદ્રુપતા (infertility), ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક (contraception), ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વગેરે માટે તબીબી સલાહ, સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે.
લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા સમયાંતરે સારી તકનીકી અને નવી ભૂહરચનાના અમલીકરણની જરૂરિયાત છે.
સ્ત્રી ભૃણહત્યા રોકવા કાયદાકીય પ્રતિબંધ, લિંગ પરીક્ષણ કરવા ઉલ્લજળ કસોટી (એગ્નિઓસેન્ટેસીસ) પર વૈધાનિક પ્રતિબંધ, બાળરોગ પ્રતિરક્ષા (રોગપ્રતિકારક રસી દ્વારા) વગેરે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલ છે.
એમ્નિઓસેન્ટસીસ પદ્ધતિમાં વિકસતા ભૂણ ફરતે રહેલ ઉલ્વીય પ્રવાહીમાંથી થોડી માત્રામાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે.
આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ, ડાઉન્સ-સિન્ડ્રોમ, સિકલ-સેલ એનીમિયા, હિમોફિલિયા જેવા જનીનિક રોગોની જાણકારી માટે કરાય છે.