Periodic Classification of Elements
medium

કયા તત્ત્વમાં

$(a)$ કુલ ત્રણ કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રૉન ધરાવે છે ?

$(b)$ કુલ બે કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રૉન ધરાવે છે

$(c)$ બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રૉન છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રૉન સહિતની કુલ ત્રણ કક્ષાની ઇલેક્ટ્રૉનીય રચના $\begin{matrix}
   K & L & M  \\
   2 & 8 & 4  \\
\end{matrix}$ છે.

આથી તે તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $14 (2 + 8 + 4)$ થશે પરિણામે તે તત્ત્વ સમૂહ $-14$ નું સિલિકોન $(Si)$ છે.

$(b)$ સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રૉન સહિતની બે કક્ષા એ બીજા આવર્તમાં હોય છે આથી તેની ઇલેક્ટ્રૉનીય રચના $\begin{matrix}
   K & L  \\
   2 & 3  \\
\end{matrix}$ છે.

આમ, તે તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $5 (2 + 3)$ છે આથી તે તત્ત્વ બોરોન $(B)$ છે.

$(c)$ બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રૉન છે તેનો અર્થ એવો થાય કે તે તત્ત્વમાં બે કક્ષા રહેલી છે. આપણે જાણીએ છીએ કે પ્રથમ કક્ષામાં $2$ ઇલેક્ટ્રૉન હોય છે આથી, પ્રશ્નમાં જણાવ્યા મુજબ બીજી કક્ષામાં $4$ ઇલેક્ટ્રૉન હશે એટલે કે બાહ્યતમ કક્ષા $4$ ઇલેક્ટ્રૉન ધરાવે છે આથી તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચના $\begin{matrix}
   K & L  \\
   2 & 4  \\
\end{matrix}$ છે. પરિણામે તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $6 = (2 + 4)$ છે તેથી તે તત્ત્વ કાર્બન $(C)$ છે. 

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.