કુલંબનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે શાથી સુસંગત છે ?
તમારી પાસે $10^{23}$ કાર્બનના પરમાણુઓ છે તેમ ધારો બધા જ ન્યુક્લિયસ પૃથ્વીના ઉત્તર ધ્રુવ આગળ અને ઈલેકટ્રોન પૃથ્વીના દક્ષિણ ધ્રુવ આગળ મૂકેલા છે. (પૃથ્વી ની ત્રિજ્યા = $6400\ km$) તો વિદ્યુતભારો વચ્ચેનું બળ (અંદાજીત) ........ છે.
બે બિંદુવત વિદ્યુતભારો $+ 9\ e$ અને $+e$ એકબીજાથી $16\, cm$ દૂર મૂકેલા છે. તેમની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર $q$ ને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સંતુલન સ્થિતિમાં હોય.
સામાન્ય બિંદુએ, $l$ લંબાઇની દળરહિત દોરીઓ સાથે બે આદર્શ વિદ્યુતભારિત ગોળાઓ લટકાવ્યા છે.તેમની વચ્ચે લાગતા અપાકર્ષણનાં કારણે શરૂઆતમાં તેમની વચ્ચેનું અંતર $d \,(d << l)$ છે.બંને ગોળામાંથી વિદ્યુતભાર સમાન દરથી લીક થવાનું શરૂ થાય છે અને તેના લીધે ગોળાઓ એકબીજા તરફ $v$ વેગથી નજીક આવે છે ત્યારે ગોળા વચ્ચેનું અંતર $x$ ને વેગ $v$ ના વિધેયને કયા સ્વરૂપે મળશે?
બે વિદ્યુતભારો $4q$ અને $q,\;l$ અંતરે આવેલા છે. એકબીજો $Q$ વિદ્યુતભાર ને તેમની વચ્ચે (મધ્યબિંદુ આગળ) મૂકેલ છે. જો $q$ પરનું પરિણામી બળ શૂન્ય હોય તો $Q$ નું મૂલ્ય ...... છે.
$1$ $\mu$$C$ અને $5$ $\mu$$C$ ના બે વિદ્યુતભારો $4\, cm$ દૂર આવેલા છે. બંને વિદ્યુતભારો એકબીજા પર લાગતા બળનો ગુણોત્તર....... હશે.