કુલંબનો નિયમ લખો અને કુલંબના અચળાંક $\mathrm{k}$ નું $\mathrm{SI}$ એકમ પદ્ધતિમાં મૂલ્ય લખો.
બે બિંદુવત વિદ્યુતભારો $+ 8q$ અને $-2q $ $x = 0$ અને $x = L$ આગળ મૂકેલા છે. આ બે બિંદુવત વિદ્યુતભારોને લીધે $x -$ અક્ષ પરના બિંદુ આગળ ચોખ્ખું વિદ્યુત શૂન્ય ..... હશે.
અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે $2.1\, nC$ અને $-0.1\, nC$ વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી $0.5$ મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ $.......... \, \times 10^{-9} \,N$ છે. [ $4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI$ એકમ આપેલ છે. ]
$1$ કુલંબના બે વિદ્યુતભારોને $1 \,km$ દૂર મૂકવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું બળ ............. $N$ હશે.
બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$
બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ હવામાં એકબીજાથી $50\, cm$ અંતરે આવેલા છે. અને અમુક ચોકકસ બળથી આંતરક્રિયા કરે છે હવે સમાન વિદ્યુતભારો જેની સાપેક્ષ પરિમિટિવિટિ $5$ હોય તેવા તેલમાં મૂકવામાં આવે છે. જો તેમના વચ્ચેનું આંતર બળ સમાન હોય તો તેલમાં અંતર ........ $cm$ છે.