અમુક કિશોરો શા માટે નશાકારક પદાર્થો લેવાનું શરૂ કરે છે ? તેને કઈ રીતે રોકી શકાય ?
જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહૉલના સેવન માટે મજબૂર કરે છે.
બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે. નશાકારક પદાર્થો અને આલ્કોહૉલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે. કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે.
યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતા (cool) કે પ્રગતિશીલતા (progressive)નું પ્રતીક છે. આ બધી આદતો જ સેવન કરવા માટેનું મુખ્ય કારણ છે.
ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઈન્ટરનેટ જેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે. કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવનાં અન્ય કારણોમાં, કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે.
સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું
શિક્ષણ અને પરામર્શન
માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી
ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ
વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સહાય લેવી
રમતોમાં શા માટે કેનાબિનોઇડ્સ માટે પ્રતિબંધ કરેલ છે ?
$CT$ અને $MRI$ નું પૂર્ણ નામ જણાવો. તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? તેમનો ઉપયોગ ક્યાં થાય છે ?
પાપાવર સોમ્નિન્ફેરમનો મુખ્ય આલ્કેલોઇડ .... છે.
એમ્ફિટેમાઈન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે તો બાર્બીચ્યુરેટ્સનું કાર્ય શું છે?
સાચું વિધાન શોધો.