એક જ ભૌતિકરાશિના એકમો જુદા જુદા શાથી હોય છે ?
આપેલી ભૌતિકરાશિના મૂલ્યની ઘણી વિશાળ અવધિ હોય છે. તેથી એક જ ભૌતિકરાશિના જુદાં જુદાં એકમોની જરૂર પડે છે.
દા.ત., ટાંકણીની જાડાઈ મિલીમીટરમાં મપાય, પેનની લંબાઈ સેન્ટિમીટરમાં મપાય, ઝાડની ઉંચાઈ મીટરમાં મપાય. બે શહેર વચ્ચેનું અંતર કિલોમીટર અથવા માઈલમાં મપાય અને બે અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર પ્રકાશવર્ષ એકમમાં મપાય છે.
આમ, લંબાઈ જેવી રાશિના મૂલ્યો માટે વિવિધ એકમો અનિવાર્ય છે.
તાપમાન કઇ રાશિમાંથી મેળવી શકાય છે?
લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો.
લીસ્ટ $-I$ | લીસ્ટ $-II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $kg\,m ^{-1}\,s ^{-2}$ |
$(B)$ ઉર્જા-ઘનતા | $(II)$ $kg\,m\,s^{-1}$ |
$(C)$ દબાણ પ્રચલન | $(III)$ $kg\,m ^{-2}\,s ^{-2}$ |
$(D)$ આઘાત | $(IV)$ $kg\,m ^2\,s ^{-2}$ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
નીચે પૈકી ઉર્જાનો એકમ કયો છે?
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તથા $SI$ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો .
નીચેનામાંથી કયો સૌથી નાનો એકમ છે.