સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
$CaOCl_2$ સંયોજનનું સામાન્ય નામ શું છે ?
તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ ની $pH$ $6$ અને દ્રાવણ $B$ ની $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે ? આ પૈકી કયું ઍસિડિક અને કયું બેઝિક છે ?
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?