ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્ત્વના ઉપયોગો આપો.
ધોવાના સોડાના ઉપયોગો :
$(i)$ સોડિયમ કાર્બોનેટ (ધોવાનો સોડા)નો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે.
$(ii)$ તેનો ઉપયોગ બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં થાય છે.
$(iii)$ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરોમાં સફાઇના હેતુ માટે થાય છે.
$(iv)$ તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે.
બેકિંગ સોડાના ઉપયોગો :
$(i)$ રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ ક્રિસ્પી પકોડા (Crispy Pakodas) બનાવવા માટે ઉપયોગી સોડા એટલે બેકિંગ સોડા. કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે.
$(ii)$ સંયોજનનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ $(NaHCO_3)$ છે, તે કાચી સામગ્રીઓ પૈકીના એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી ઉદ્ભવે છે.
$NaCl + H _{2} O + CO _{2}+ NH _{3} \rightarrow$ $NH _{4} Cl +\quad NaHCO _{3}$
(એમોનિયમ ક્લોરાઈડ) (સોડિયમ હાઈડ્રોજનકાર્બોનેટ)
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ?
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
શું બેઝિક દ્રાવણો પણ $H^+_{(aq)}$ આયનો ધરાવે છે ? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે ?