પહાડી ક્ષેત્રમાં ખોરાક રાંધવાનું શા માટે કઠિન છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણનું દબાણ ઘટે છે. પહાડી ક્ષેત્રમાં વધુ ઊંચાઈએ વાતાવરણનું દબાણ નીચું હોવાના કારણે દરિયાની સપાટીની સરખામણીમાં પાણીનું ઉત્કલનબિંદુ નીચું હોય છે, તેથી રાંધતી વખતે ખોરાકને પૂરતી ઉષ્મા મળતી નથી તેથી ખોરાક કાચો રહે છે.

Similar Questions

જો પ્રવાહી ઓક્સિજન વાયુને $1\,atm$ તાપમાને ગરમ કરી તેનું તાપમાન $50\, K$ થી $300\, K$ થાય છે તો તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો બને?

  • [AIIMS 2012]

$CO_2$ ,ના $P -T$ ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :

$(a)$ $1$ વાતાવરણ દબાણે અને $-60 \,^oC$ તાપમાને $CO_2$,નું સમતાપી સંકોચન કરવામાં આવે છે. શું તે પ્રવાહી અવસ્થામાં જશે ?

$(b)$ $CO_2$ ,નું દબાણ $4$ વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાનાં તાપમાન સુધી ઠારણ કરાવવામાં આવે તો શું થાય ?

$(c)$ $10$ વાતાવરણ દબાણે અને $-65 \,^oC$ તાપમાને આપેલ જથ્થાનાં ઘન $CO_2$,નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ કરતાં થતાં ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો.

$(d)$ $CO_2,$ ને $70 \,^oC$ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે છે. અવલોકન માટે તમે તેનાં ક્યા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો ?

યોગ્ય જોડકા જોડો :

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પદાર્થના પ્રવાહી-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ $(i)$ સબ્લિમેશન વક્ર
$(b)$ પદાર્થના ઘન-વાયુ સ્વરૂપનું  સહઅસ્તિત્ત્વ $(ii)$ ફ્યુઝન વક્ર
    $(iii)$ બાષ્પીકરણ વક્ર

ગુપ્ત ઉષ્મા કોને કહે છે ? ઉદાહરણ આપી સમજાવો. 

$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....

  • [IIT 2000]