સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર $Q$, $+q$ અને $+q$ વિદ્યુતભારો આકૃતિ મુજબ મૂકેલ છે.જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q$ = __________.
એક કણ $A$ અનો વિદ્યુતભાર $+q$ અને $B$ નો વિદ્યુતભાર $+9\ q$ છે. પ્રત્યેક કણનું દળ $m$ સમાન છે. જો બંને કણોને સ્થિર સ્થિતિએથી સમાન સ્થિતિમાન તફાવત સાથે છોડવામાં આવે તો તેઓની ઝડપનો ગુણોત્તર ....... હશે.
$R$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $+ q$ વિદ્યુતભાર મૂકેલો છે. $q_0$ વિદ્યુતભારને $B$ થી $C$ લઈ જવા માટે થતું કાર્ય કેવું હશે?
$x$ દિશામાં $E$ જેટલાં મુલ્યનું વિદ્યુતક્ષેત્ર લાગુ પડે છે.$x$ અક્ષથી $60^{\circ}$ નાં ખુુણો બનાવતી અને $2\,m$ અંતર ધરાવતી રેખા પર $0.2\,C$ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે $4$ જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય, તો $E$ નું મૂલ્ય શોધો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$ વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?