ઋણ $x$ અક્ષ પર એવું નિયમિત વિદ્યુતક્ષેત્ર $E=4 \times 10^5\,Vm ^{-1}$ લાગુ પડે છે કે જેથી ઉગમબિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આ સ્થિતિમાં જો ઉગમબિંદુએ $-200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએે અને $(3 \;m , 0)$ બિંદુએે $+200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએ તો આ પ્રણાલીની સ્થિતિઊર્જા ...........$J$ ગણાય.
$120$
$-120$
$-240$
$0$
બે બિંદુઓ $P$ અને $Q\,,\ 10\ V$ અને $-4\ V$ સ્થિતિમાનનો વાળા સ્થાન આગળ આવેલા છે. $P$ થી $Q$ તરફ $100$ ઈલેકટ્રોનની ગતિ દરમિયાન થતું કાર્ય ..... છે.
એક $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $x-$દિશામાં પ્રવર્તતા $E = E _{0}\left(1- ax ^{2}\right)$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં $a$ અને $E _{0}$ અચળાંક છે. શરૂઆતમાં $x=0$ સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે?
$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
બે વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0, 0, -a)$ અને $(0, 0, a)$ બિંદુઓએ રહેલા છે.
$(a)$ $(0, 0,z)$ અને $(x,y,0)$ બિંદુઓએ વિદ્યુતક્ષેત્ર કેટલું કેટલું છે?
$(b)$ સ્થિતિમાન, ઉગમબિંદુથી કોઈ બિંદુના અંતર $r$ પર, $r/a\,>\,>\,1$ હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો.
$(c)$ એક નાના પરીક્ષણ વિદ્યુતભારને $x$ -અક્ષ પર $(5, 0, 0)$ બિંદુથી $(-7, 0, 0)$ બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે $x$ -અક્ષ પર ન હોત તો જવાબમાં ફેર પડે?
વિધુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવાલાયક બાબતો જણાવો.