રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારવો.
ક્ષય (વિભંજન) પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા (અવિભંજિત) ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે".
જો રેડિયો એક્ટિવ નમૂનામાં $t$ સમયે રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યા $N$ હોય અને તેમાંથી $\Delta t$ સમયમાં $\Delta N$ ન્યુક્લિયસની સંખ્યા વિભંજન (ક્ષય) પામતી હોય તો,
$\frac{\Delta N }{\Delta t} \propto N$
ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા $\Delta N$ એ હંમેશાં ધન છે.
$\therefore \frac{\Delta N }{\Delta t}=\lambda N$
જ્યાં $\lambda$ ને રેડિયો એક્ટિવ નિયતાંક અથવા વિભંજન અયળાંક કહે છે સમયગાળ $\Delta t$ એ શૂન્ય અનુલક્ષે તો,
$\lim _{\Delta t \rightarrow 0} \frac{\Delta N }{\Delta t}=-\lambda N$
$\therefore-\frac{d N }{d t}=\lambda N \quad \ldots \text { (1) }$
જ્યાં $d N$ એ $N$ માં ફરેફાર છે જ ધન અથવા ઋણ હોઈ શકે છે.અહી તે ઋણ છે. કારણ કે, જેમ-જેમ સમય પસાર થાય.તેમ-તેમ બચેલાં ન્યુક્લિયસની સંખ્યા ધટે છે.
સમીકરણ $(1)$ ને નીચે મુજબ લખતાં,
$\frac{d N }{ N }=-\lambda d t$
બંને બાજુનું સંકલન કરતાં, $\int_{ N _{0}}^{ N } \frac{d N }{ N }=-\lambda \int_{t=0}^{t=t} d t$
આપેલા નમૂનામાં $t=0$ સમયે બચેલા ન્યુક્લિયસ $N _{0}$ અને $t=t$ સમયે બચેલા ન્યુક્લિયસ $N$ છે.
$\therefore[\ln N ]_{ N _{0}}^{ N }=-\lambda[t]_{0}^{t}$
$\therefore \ln N -\ln N _{0}=-\lambda[t-0]$
$\therefore \ln \frac{ N }{ N _{0}}=-\lambda t$
$\therefore \frac{ N }{ N _{0}}=e^{-\lambda t}$
$\therefore N = N _{0} e^{-\lambda t}$
જે ચરઘાતાંકીય નિયમ છે. જે રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને અનુસરે છે.
$\alpha -$ વિભંજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો.
પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?
કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
$Curie$ એ શેનો એકમ છે?
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?