નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
$(i)$ જેમ $\mathrm{K}_{b}$ નું મૂલ્ય વધારે તેમ તે બેઈઝની પ્રબળતા વધારે હોય છે.
$(ii)$ $\mathrm{K}_{b}$ તે પરિમાણરહિત રાશિ છે.
$(iii)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી નિર્બળ બેઈ્ઝના દ્રાવણમાં $[OH^-]$ ગણીને $pOH$ ગણી શકાય છે.
$(iv)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી બેઇઝનો આયનીકરણ અંશ $\alpha$ (આલ્ફા) ગણી શકાય.
$(v)$ $\mathrm{K}_{b}$. ના ઉપરથી $\mathrm{pK}_{b}$ ગણી શકાય છે. $\mathrm{pK}_{b}=-\log \left(\mathrm{K}_{b}\right)$ જેમ $\mathrm{pK}_{b}$ નું મૂલ્ય વધારે તેમ બેઈઝની પ્રબળતા ઓછી હોય.
$K_b$ | $1 \times 10^{-1}$ | $1 \times 10^{-2}$ | $1 \times 10^{-3}$ |
$\mathrm{pK}_{b}$ | $+1$ | $+2$ | $+3$ |
$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.
$310$ $K$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $2.7 \times 10^{-14}$ છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની $\mathrm{pH}$ કેટલી હશે ?
$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.
જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?
ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?