ક્ષોભ-આવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ આપો.
હવામાં રહેલા અનિચ્છનીય ઘન અથવા વાયુમય કણોને કારણે ક્ષોભ-આવરણીય પ્રદૂષણ થાય છે. ક્ષોભ-આવરણમાં રહેલા મુખ્યત્વે વાયુમય અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો નીચે મુજબ છે :
$(i)$ વાયુમય હવા પ્રદૂષકો : સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બનનો ઑક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન, ઓઝોન અને
અન્ય ઑક્સિજનકર્તાઓ.
$(ii)$ રજકણ સ્વરૂપના પ્રદૂષકો : ધૂળ, ધુમ્મસ, ધૂમ, ધુમાડો, ધૂમ્ર-ધુમ્મસ વગેરે.
જમીન પ્રદૂષણ માટે જવાબદાર શું છે ?
ઓઝોન સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ?
કાર્બનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે ?
ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
એસિડ વર્ષોમાં કેટલાક એસિડ આવેલા છે. એવા એસિડના નામ આપો અને તેઓ વરસાદના પાણીમાં ક્યાંથી આવે છે તે જણાવો.