ટૂંક નોંધ લખો : હિમોફિલિયા
આ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વિસ્તૃત અભ્યાસ થઈ ચૂક્યો છે. જેમાં સામાન્ય વાહક માદામાંથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે.
તે રુધિર ગંઠાવાની ક્રિયામાં રુકાવટ કરતો રોગ છે. રુધિરમાં રહેલું એન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટેના કારકની ગેરહાજરીથી આ રોગ થાય થાય છે. એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી.
વિષમયુગ્મી માદા દ્વારા હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. માતાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત્ હોય છે. કારણ કે તેમાં માતા વાહક અને પિતા અસરકર્તા હોવા જરૂરી છે.
રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા હિમોફિલિક વારસો દર્શાવતાં અનેક સંતાનો દર્શાવે છે. કારણ રાણી હિમોફિલિક હતાં.
વિશેષ જાણકારી (More Information) :
સિકલસેલ એનીમીયા માટે જવાબદાર વાહક જનીન કયું?
બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?
હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....
સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?
માદા કરતાં નરમાં હિમોફીલીયા થવાની સંભાવના વધુ જોવા મળે છે, કારણ કે...