જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.
બરફનું પીગળવું તે સમોષ્મી છે કે સમતાપી પ્રક્રિયા છે ?
એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?
આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?
એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?