જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$\Delta U = - \Delta W$ સમોષ્મી પ્રક્રિયા માટે
$\Delta U = \Delta W$ સમતાપી પ્રક્રિયા માટે
$\Delta U = - \Delta W$ સમતાપી પ્રક્રિયા માટે
$\Delta U = \Delta W$ સમોષ્મી પ્રક્રિયા માટે
વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
વાયુનું સમોષ્મી સંકોચન કરીને કદ અડધું કરતાં તાપમાન $ \sqrt 2 $ ગણું થાય છે.તો નીચેનામાથી કયું સમીકરણ સાચું છે.
આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
$ {V_0} $ કદ ધરાવતા સમોષ્મી નળાકાર પાત્રને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન વડે બે સમાન ભાગમાં વિભાજીત કરેલ છે.ડાબી બાજુમાં $P_1$ દબાણે અને $T_1$ તાપમાને, જયારે જમણી બાજુમાં $P_2$ દબાણે અને $T_2$ તાપમાને આદર્શ વાયુ $ ({C_P}/{C_V} = \gamma ) $ ભરેલ છે.પિસ્ટનનું સૂક્ષ્મ સ્થાનાંતર $x$ જમણી બાજુ કરાવીને છોડી દેતાં સમતોલનમાં આવે, ત્યારે બંને ભાગનું દબાણ કેટલુ થાય?