તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કીટાહારી વનસ્પતિમાં (ઉદા., કળશપર્ણ) પર્ણફલક કળશ જેવી રચનામાં રૂપાંતર પામે છે અને તેના પર્ણદંડનો અગ્રભાગ સૂત્રની જેમ ગુંચળાદાર બને છે જે કળશને આયાત સ્થિતિમાં રાખે છે. પર્ણદંડનો પાછળનો ભાગ ચપટો પર્ણ જેવો રહે છે. પગ ઢાંકણ રચે છે. કળશમાં પાચક ઉન્સેચકો હોય છે જે પકડાયેલા કીટકોનું પાચન કરે છે.

આ બધાં રૂપાંતરો અને અનુકૂલનો નાઇટ્રોજનની ઊણપ પૂર્ણ કરવા થાય છે. આ વનસ્પતિઓ નાઇટ્રોજનની ઊણપ ધરાવતી જમીનમાં થાય છે. (ભેજવાળી અને કાદવ કીચડવાળી જમીનમાં થાય છે.)

945-s100g

Similar Questions

પીંછાકાર સંયુક્ત પર્ણને પંજાકાર સંયુક્ત પર્ણથી કેવી રીતે અલગ કરશો?

પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.

પર્ણનો વિશાળ ભાગ .......છે.

નિપત્ર શું છે ?

તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.